What's Hot
- દૂધના પાવડરથી ગુલાબ જાંબુ બનાવવાની સરળ રેસીપી, મોંમાં નાખતા જ ગાયબ થઈ જશે
- આમળાનો રસ પીવાથી અદ્ભુત સ્વાસ્થ્ય લાભ થાય છે, તે મિનિટોમાં તૈયાર થઈ જશે, રેસીપી ઝડપથી નોંધી લો
- KKR ની જીતથી ખળભળાટ મચી ગયો, દિલ્હી કેપિટલ્સ માટે મુશ્કેલીઓ ઉભી થઈ
- શ્રીલંકા સામેની મેચમાં આ મોટી ભૂલ કરવા બદલ ICC એ ભારતીય ટીમ પર દંડ ફટકાર્યો
- ફાફ ડુ પ્લેસિસે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો, 40 વર્ષની ઉંમરે પણ મળેવી આ મહાન સિદ્ધિ
- દિલ્હીમાં ભારે વરસાદ પડશે, આ અઠવાડિયે હવામાન કેવું રહેશે? અહીં જાણો
- રામ મંદિરનું બાંધકામ ક્યારે પૂર્ણ થશે? જાહેર થઈ ગઈ ફાઇનલ તારીખ
- મરાઠા યોદ્ધા રઘુજી ભોંસલેની તલવાર લંડનથી પરત કરવામાં આવશે, સરકારે તેને હરાજીમાં આટલા રૂપિયામાં ખરીદી
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
આજનો દિવસ વિક્રમ સંવત 2078, સાકૅ ૧૯૪૩ વીર સવંત 2548પોસ સુદ શુક્લ પક્ષ, તિથિ બીજ. આજે શુક્ર અસ્તછે પશ્ચિમમાં મંગળવાર તારીખ .4.1.2022 દૈનિક પંચાંગ આજે સૂર્ય ઉદય 7:00 અને ૨૦ મીનીટે ઊગશે અને સૂર્ય અસ્ત સાંજે 18.30 આજની રાશી મકર./ અક્ષર . ખ .જ . જ્ઞ. આજનું નક્ષત્ર. ઉતરા સા થા આજનો યોગ. હર્ષ આજે કરણ. I તેતિલ આજે અભિજીત મુહૂર્ત12:12 થી ન 12:55 / આજે રાહુકાળ બપોરે 3:15 થી4:35 / આજે પંચક નથી/ વિછુડો પણ નથી ,/ આજે વ્રજ મુશળ યોગ છે દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિ- આજે તમને કેટલીક સારી અંગત માહિતી મળશે. જેના કારણે મન પ્રસન્ન…
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1259 કેસ નોંધાયા રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત!! એક જ દિવસમાં કોરોનાને કારણે 3ના મોત નિપજ્યાં રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1259 કેસ નોંધાયા છે. ગુજરાતમાં હવે ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે. કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે ત્રણ મોત પણ થયા છે. રાજ્યમાં આજે અમદાવાદમાં 631, સુરત શહેરમાં 213, વડોદરા શહેરમાં 58, વલસાડમાં 40, રાજકોટ શહેરમાં 37, આણંદમાં 29, ખેડામાં 24, રાજકોટ જિલ્લામાં 24, ગાંધીનગર શહેરમાં 18, ભાવનગર શહેરમાં 17, ભરૂચ, નવસારીમાં 16-16, અમદાવાદ જિલ્લામાં 13 કેસ, મહેસાણા, સુરત…
ગુજરાતમાં બનશે દેશની પ્રથમ લિથિયમ રિફાઇનરી અમદાવાદમાં બુલેટપ્રૂફ જેકેટ અને ટેન્કનું ઉત્પાદન થશે વાયબ્રન્ટ પૂર્વે વધુ 39 એમઓયુ કરાયા ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત 2022નું આયોજન થનાર છે. આ સમિટમાં 30 જેટલા દેશના ઉદ્યોગ પતિઓ ખાસ હાજરી આપનાર છે. ત્યારે આજરોજ ગુજરાતમાં 300 મિલિયન ડોલરના મૂડી રોકાણ સાથે દેશની પ્રથમ લિથિયમ રિફાઇનરી સ્થાપવા માટે મણીકરણ લીથીયમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રાજ્યના ઉદ્યોગ વિભાગ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. આ કંપની રિફાઇનરી સ્થાપવા માટેનું સ્થળ હવે પસંદ કરશે. આ રિફાઇનરીમાં હાઇ પ્યોરિટી બેટરી ગ્રેડ લિથિયમનું ઉત્પાદન થશે. દેશમાં અત્યારસુધીમાં આવી એકપણ રીફાઇનરી નથી. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ પૂર્વે દર સોમવારે સચિવાલયમાં એમઓયુ કરવાના…
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ કોરોના પોઝિટિવ ઘરમાં જ ક્વોરન્ટીન થયા હોવાની ટ્વિટ કરી આપી માહિતી છેલ્લા 5 દિવસમાં 5 મોટા શહેરમાં હજારો લોકોને મળ્યા હતા ભારતમાં ફરી એકવાર કોરોના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. રોજે નવા નવા અઢળક કેસો સામે આવી રહ્યા છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના થયો છે. તેમણે સવારે 8.11 વાગ્યે ટ્વીટ કરીને આ વાતની જાણ કરી છે. તેમણે કહ્યું હતું કે મારો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને હળવાં લક્ષણો છે. હું ઘરમાં ક્વોરન્ટીન થયો છું. મારા સંપર્કમાં આવેલા લોકો પણ આઈસોલેટ થઈ જાય અને પોતાનો ટેસ્ટ કરાવે. અરવિંદ કેજરીવાલે એક દિવસ પહેલાં જ ઉત્તરાખંડના દેહરાદૂનમાં…
કિશોરોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ ગાંધીનગરના કોબાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો અમદાવાદમાં સ્કૂલ કેમ્પસમાં અલગ અલગ રૂમ ફાળવવામાં આવ્યા રાજ્યમાં 15થી 18 વર્ષ સુધીનાં કિશોરોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના કિશોરોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલથી કરાવ્યો હતો. મુખ્યમંત્રી આજે સવારે આ શાળામાં પહોંચ્યા હતા અને કિશોરોના રસીકરણની કામગીરી નિહાળી હતી.તેમણે કિશોરો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.રસી માટે વાલીઓ ઓનલાઈન www.cowin.gov.in પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત જે લોકોએ અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈને સીધા રસી મૂકાવી હશે તેમના માટે…
આઠ રાજ્યોમાં કાતિલ કોલ્ડ વેવની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી ઉત્તરના પહાડી પ્રદેશો તરફથી વાતા સૂસવાટા ભર્યા બર્ફિલા ઠંડા પવનોના પગલે સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની પ્રદેશોમાં કાતીલ શીત લહેર ફરી વળી હતી અને દેશના પાટનગર દિલ્હીના લોકો ગાત્રો થિજવી દેતી ઠંડીમાં ઠૂઠવાઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીનું લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી ઓછુ એટલે કે 4.2 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જો કે હવામાન ખાતાએ એવી આગાહી કરી હતી કે આગામી ત્રણ દિવસમાં ઠંડીનો પ્રકોપ્ત શાંત થઇ જશે પરંતુ તે સાથે વરસાદ પડે એવી સંભાવના વધી ગઇ છે. હવામાન ખાતાએ દિલ્હી સહિત આઠ…
શાળામાં વધતા કોરોના કેસોને લઈ જીતુ વાઘાણીનું નિવેદન શાળા કોરોનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરશે તો સખ્ત કાર્યવાહી થશે શાળામાં ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા કડક સૂચના રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાથી લોકોમાં ડર જવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફ્રન્સ કરી જણાવ્યું કે જો કોઈ શાળા કોરોનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરશે, તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત તેમણે શાળાઓને ગાઈડલાઈનનું પાલન કરવાના આદેશ આપ્યા છે. રાજ્યમાં આજથી 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગરના…
આ બંનેના શેર્સે રોકાણ કરનારની કમાણી પણ વધારી 2021માં અદાણી-અંબાણીની સંપત્તિમાં આવ્યો વધારો સંપતિના વધારામાં અદાણીએ અંબાણીની સાઈડ કાપી વર્ષ 2021 દરમિયાન મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સંપત્તિ સર્જનના મામલે સતત ચર્ચામાં રહ્યા છે. આ એક વર્ષમાં અદાણીની વેલ્થ 41.5 અબજ ડોલર (અંદાજે રૂ. 3 લાખ કરોડ)નો વધારો થયો છે, જ્યારે અંબાણીની નેટવર્થ 13 અબજ ડોલર (આશરે રૂ. 97,000 કરોડ) વધી છે. આ બંનેની સંપત્તિ તો વધી જ છે, પણ અદાણી અને અંબાણીની કંપનીના શેર્સમાં રોકાણ કરનારા ઈન્વેસ્ટર્સની કમાણી પણ 19%થી લઈને 357% જેટલી વધી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ની વેબસાઇટ પરથી મેળવેલા આંકડા મુજબ, 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર વચ્ચેના…
કેએલ રાહુલને વનડેનો કેપ્ટન બનાવાયો ઈજાગ્રસ્ત રોહિત શર્મા સાઉથ આફ્રિકા નહીં જાય બુમરાહને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો સાઉથ આફ્રિકા સામે રમાનારી ત્રણ વનડે મેચની સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. ઈજાગ્રસ્ત રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા જવામાં સક્ષમ ન હોવાને કારણે કેએલ રાહુલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે જસપ્રીત બુમરાહને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પહેલી વનડે 19 જાન્યુઆરી, બીજી વનડે 21 જાન્યુઆરી અને ત્રીજી વનડે 23 જાન્યુઆરીએ રમાશે. ચીફ સિલેક્ટર ચેતન શર્માએ શુક્રવારે રાત્રે ટીમની જાહેરાત કરી. સાથે જ તેઓએ વિરાટ કોહલીની કેપ્ટનશીપને લઈને ઉઠેલા વિવાદોના પણ જવાબો આપ્યા. ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ…
અમદાવાદમાં હેલિકોપ્ટર જોય રાઈડ્સ શરૂ કરાશે રુપિયા 2 હજાર 360 માં હેલિકોપ્ટર રાઈડ કરી શકાશે 7 મિનિટ સુધી અમદાવાદ દર્શન થશે નવા વર્ષાની ગુજરાતીઓ અને અમદાવાદીઓને સરકારે ભેટ આપી છે. રિવરફ્રન્ટ હેલીપેડથી હેલિકોપ્ટર જોય રાઇડ્સ શરૂ કરાશે. એરોટ્રાન્સ સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના સહયોગથી આ હેલિકોપ્ટર જોયરાઈડ્સ શરૂ કરવામાં આવશે. સાંજે 4 વાગે રિવરફ્રન્ટ હેલીપેડ ખાતે ગુજરાત નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે આ રાઈડ્સ શરૂ થશે. આ રાઈડ રિવરફ્રન્ટ હેલીપેડથી PM મોદી સ્ટેડિયમ સુધી જઇ પરત ફરશે. તો રાઇડસનો અન્ય એક રૂટ રિવરફ્રન્ટથી સાયન્સ સિટીનો પણ રહેશે. આપને જણાવી દઈએ કે, દરેક રાઈડમાં પાંચ મુસાફરો હશે અને 9 મિનિટનો સમય રહેશે.…