What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ગાંધીનગરમાં પાટીદાર અગ્રણીઓની CM સાથેની બેઠક પૂર્ણ બેઠકમાં બિન અનામત આયોગના લાગતા પ્રશ્ન વિશે ચર્ચા થઈ પાટીદાર આંદોલનમાં 14 કેસ સિવાયના કેસ પરત ખેંચવા સરકાર હકારાત્મક ગાંધીનગરમાં આજે વર્લ્ડ પાટીદાર ફેડરેશન નેજા હેઠળ પાટીદાર અગ્રણીઓની CM ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્વની બેઠક યોજાઇ. જેમાં સી.કે. પટેલ, બાબુ જમનાદાસ પટેલ, જયરામ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ અંગે સી.કે. પટેલે જણાવ્યું કે, ‘બેઠકમાં બિન અનામત આયોગને લગતા પ્રશ્ન વિશે ચર્ચા થઈ. આ સાથે નિગમ અને આયોગમાં જલદી ભરતી થાય તેમજ નિગમ અને આયોગના કામો ઠપ થઈ ગયા છે તે અંગેની બેઠકમાં ચર્ચા થઈ. વધુમાં જણાવ્યું કે, ‘પાટીદાર આંદોલન પરત ખેંચવા બાબતે…
બ્લૂ ડેનિમ છે મોન્સુન ફેવરિટ જાણો કઈ ફેશન છે અત્યારે ટ્રેન્ડમાં ફિલ્મી હસ્તીઓ ડેનિમ ઑન ડેનિમનો ટ્રેન્ડ અપનાવી રહી એક જેવા બ્લુ રંગો કે પ્રિન્ટ્સ ટૉપ અને બૉટમ બન્નેમાં પહેરવી એ એક સમયે ફૅશનમાં થતી મોટી ભૂલોમાંની એક ગણવામાં આવતી હતી. જોકે આજે આ જ કન્સેપ્ટ કો-ઑર્ડ સેટ તરીકે હૉટ ટ્રેન્ડ બની ગયો છે. એવું જ કંઈ ડેનિમ સાથે ડેનિમ પહેરવા બાબતે છે. મૉન્સૂનમાં મમ્મીઓ ભલે જીન્સ પહેરવાની ના પાડતી હોય પણ જીન્સ પહેરવાની સૌથી વધુ મજા આ સીઝનમાં જ આવે છે ખરુંને! હાલમાં કિયારા અડવાણી હોય કે પછી જાહ્નવી કપૂર, બધા જ આ ડેનિમ ઑન ડેનિમનો ટ્રેન્ડ અપનાવી રહી…
30 ડેમ ૧૦૦ ટકાથી વધુ અને ૪૩ ડેમ ૭૦ ટકા ભરાયા મેઘરાજાની મહેરબાની થતાં ખેડૂતોમાં ખુશી મહત્વના 207 જળાશયોમાં ૫૬.૫૪ ટકા જેટલો જળસંગ્રહ રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં તા. ૨૦ જુલાઈ-૨૦૨૨ સુધીમાં ૫૬.૫૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૧,૮૪,૬૧૯ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫.૨૬ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩,૧૯,૮૩૯ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૫૭.૩૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.રાજ્યમાં ૩૦ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે ૪૩ જળાશયોમાં ૭૦…
શનિવારે ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી શુક્રવારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી તૈયાર રહેજો વરસાદનો બીજો રાઉન્ડ આવી રહ્યો છે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી હળવો વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક છૂટોછવાયો અને ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ફરીવાર ચોમાસાના બીજા રાઉન્ડના સંકેતો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. શનિવારથી અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. રાજ્યમાં NDRFની 13 ટીમ અને SDRFની 21 પ્લાટૂન તહેનાત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ, શુક્રવારે સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે…
કેન્દ્ર સરકારે વર્ક ફ્રોમ હોમ માટે નવા નિયમોની જાહેરાત કરી ઘરેથી કામ કરવાની મંજૂરી માટે મહત્તમ એક વર્ષના સમયગાળા અપાશે SEZ એકમોમાં કામ કરતા કર્મચારીઓની અમુક શ્રેણીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી વાણિજ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) માં ઘરેથી કામ (WFH) કરવાની મંજૂરી માટે મહત્તમ એક વર્ષના સમયગાળા માટે આપવામાં આવશે.અને તેને કુલ કર્મચારીઓના 50 ટકા સુધી લાગુ શકાય છે.મહત્વનું છે કે, વાણિજ્ય વિભાગે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન રૂલ્સ, 2006માં ઘરેથી કામ કરવા માટે નવો નિયમ 43A સૂચિત કર્યો છે.વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે ઉદ્યોગની માંગના આધારે સૂચના જાહેર કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, વિવિધ ઉદ્યોગે તમામ સ્પેશિયલ…
શ્રીલંકાની સંસદમાં 44 વર્ષ બાદ આજે રાષ્ટ્રપતિની ચૂંટણી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 3 નેતાઓ વચ્ચે કાંટાની ટક્કર રાષ્ટ્રપતિ બનવા માટે ઉમેદવારે 113 વોટ જોઈએ શ્રીલંકાની સંસદ 44 વર્ષમાં પ્રથમ વાર આજે બુધવારે ત્રિકોણીય ટક્કરમાં ડાયરેક્ટ રાષ્ટ્રપતિ ચૂંટણી કરવા જઈ રહ્યું છે. જો કે, અંતિમ ક્ષણમાં રાજકીય સોગઠાબાજીના કારણે કાર્યકારી રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે પર દુલ્લાસ અલ્હાપ્પેરુમાની લીડ થતી હોવાના સંકેતો મળી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓ સાથે સાથે તેમની મૂળ પાર્ટીના મોટા ભાગના સાંસદોએ તેમને સમર્થન આપ્યું છે. શ્રીલંકામાં ભયંકર આર્થિક સંકટની વચ્ચે લોકોએ થોડા દિવસ પહેલા ભારે હોબાળા સાથે પ્રદર્શન કર્યા હતા અને રાષ્ટ્રપતિ ભવન તથા પીએમ હાઉસ પર કબ્જો કર્યો હતો. દેશના…
અમેરિકામાં ઢોંસાનું બદલાયું નામ ભારત કરતા ત્રણ ગણી કિંમતે વેચાય છે ઢોંસા મેંદુવડાને “ડંક્ડ ડોનટ ડિલાઈટ” નામ આપવામાં આવ્યું તમે દુનિયાના કોઈપણ ખૂણે જાવ પરંતુ થોડા દિવસ બાદ તમને દેશી ખાવાનું યાદ આવી જ જાય છે. બેલેન્સ્ડ મસાલા અને સ્વાદિષ્ટ વાનગીઓ યાદ આવવા લાગે છે. તમારી આ ક્રેવિંગને શાંત કરવા માટે વિદેશોમાં પણ ભારતીય ભોજન પીરસવામાં આવે છે. આ ભોજનનું નામ સાંભળીને દિમાગ ચકરાવે ચડી જાય છે. આ જ પ્રકારે વિદેશમાં એક રેસ્ટોરન્ટમાં સાઉથ ઈન્ડિયન વાનગીને અજીબોગરીબ નામ આપ્યું છે અને ત્રણથી ચાર ગણા ભાવે વેચી રહ્યા છે. અમેરિકામાં આવેલા ભારતીય થીમના રેસ્ટોરન્ટના મેનૂને લઈને ઓનલાઈન ચર્ચા કરવામાં આવી રહી…
19 દિવસમાંજ Windfall Tax હટાવાયો સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર લગાવેલા ટેક્સને ઘટાડી દીધો ત્રણ અઠવાડીયા પહેલા વિંડફોલ ટેક્સ લગાવ્યો હતો યુક્રેન પર ફેબ્રુઆરીમાં રશિયાના હુમલા બાદ ક્રૂડ ઓયલની કિંમતોમાં રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો હતો. જો કે, ત્યાર બાદ દુનિયાભરમાં આર્થિક મંદીની આશંકા મંડરાઈ રહી હતી, તેની અસર ક્રૂડ ઓયલ પર પણ પડી અને તેની કિમતો જૂન મહિનાના બીજા અઠવાડીયામાં નરમ થવા લાગી હતી. તેનાથી ઘરેલૂ સ્તર પર ઉત્પાદિત થતા ક્રૂડ ઓયલને અન્ય દેશોમાં વેચવામાં ફાયદો પણ મર્યાદિત થઈ ગયો. તો વળી ઘરેલૂ રિફાઈનરીમાં તૈયાર થઈ રહેલા પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ કરનારી કંપનીઓનો નફો પણ પ્રભાવિત થયો હતો. આંકડા અનુસાર જોઈએ…
નગરપાલિકાઓમાં અદ્યતન ટેક્નોલોજી આધારિત STP કામો હાથ ધરવામાં આવે છે નગરપાલિકાઓમાં સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ STP ની સુવિધા સુનિશ્ચિત કરવાનો રાજ્ય સરકારનો અભિગમ છે STP પ્લાન્ટ માટે 188.12 કરોડના કામોને મંજૂરી રાજ્યની નગરપાલિકાઓમાં સીવર નેટવર્કથી એકત્રિત થતા ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ પર્યાવરણ મંત્રાલયના ધારાધોરણો મુજબ થાય તેમજ આવા પાણીનો રિ-યુઝ, પૂનઃ ઉપયોગ થઇ શકે તે આશયથી નગરપાલિકાઓમાં અદ્યતન ટેક્નોલોજી આધારિત STP કામો હાથ ધરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે 9 નગરપાલિકાઓમાં અગાઉ ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ જૂની ટેક્નોલોજીથી તથા ટ્રીટમેન્ટ ઓક્સીડેશન પોન્ડમાં થતો હતો તે નગરપાલિકાઓ માટે અદ્યતન STP નિર્માણના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે મુખ્યમંત્રીએ રાજ્યમાં પર્યાવરણ જાળવણીના અભિગમના…
ઉચ્ચ યુરિક એસિડની સમસ્યાથી પીડાતા લોકોએ મગની દાળ ખાવાનું ટાળવું જોઈએ કિડની સ્ટોનમાં ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે હાઈબ્લમાં મગની દાળ ખૂબ જ ફાયદાકારક મગની દાળ ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પ્રોટીન સહિત આવા અનેક પોષક તત્વો દરેક પ્રકારની દાળમાં જોવા મળે છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બીજી તરફ મગની દાળમાં ફાયદાકારક ફાઇબર, પ્રોટીન, વિટામિન્સ, કોપર, ફોલેટ, વિટામિન સી, પોટેશિયમ વગેરે મળી આવે છે. કિડની સ્ટોનની સમસ્યામાં જો તમે ભોજનનું ધ્યાન ન રાખો તો તમારી સમસ્યાઓ વધી શકે છે. મગની દાળનું વધુ પડતું સેવન કિડની સ્ટોનમાં ખૂબ જ નુકસાનકારક માનવામાં…

