Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

સિંગાપોર ખાતે 8માં વર્લ્ડ સિટી સમિટનું આયોજન સમિટમાં સુરત શહેરની પસંદગી, મેયર હેમાલી બોઘાવાલા સમિટમાં ભાગ લેશે એશિયા પેસિફિકના 8 શહેરમાંથી અંતિમ ત્રણ શહેરોમાં સુરતની પસંદગી સિંગાપોર ખાતે 8માં વર્લ્ડ સિટી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એશિયા પેસિફિકના 8 શહેરોમાંથી અંતિમ ત્રણ શહેરોમાં સુરતની પસંદગી થઇ છે. જેમાં સુરતના મેયર વર્લ્ડ સિટીઝ સમિટમાં સિવેજ વોટર ટ્રીટમેન્ટ અને રિવર બેરેજ પ્રોજેકટની માહિતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમક્ષ રજુ કરશે. આગામી દિવસોએ સિંગાપોર ખાતે 8માં વર્લ્ડ સિટી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દુનિયાભરના દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે ગુજરાત માટે ગૌરવની વાત સમાન કે સુરતની પણ આ વર્લ્ડ સિટી સમિટમાં પસંદગી…

Read More

ઘાનામાં Marburg Virusના બે કેસ આવ્યા છે સામે કોરોના-મંકીપોક્સ વચ્ચે મારબર્ગ વાઇરસે ચિંતા વધારી મારબર્ગ વાઇરસને લઈ WHOએ આપી ચેતવણી એક બાજુ જ્યાં કોરોનાનું જોખમ પૂરેપૂરું ગયું નથી અને બીજો મંકીપોક્સ વાયરસ આવી ગયો છે ત્યાં વળી પાછા એક નવા વાયરસનું જોખમ તોળાઈ રહ્યું છે. રિપોર્ટ મુજબ ઘાનાએ અધિકૃત રીતે મારબર્ગ વાયરસના બે કેસની પુષ્ટિ કરી છે. જે ઈબોલાની જેમ વધુ ચેપી છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ રવિવારે એક નિવેદનમાં કહ્યું કે ઘાનાએ ખુબ ચેકી મારબર્ગ વાયરસ રોગના પોતાના પ્રથમ બે કેસની પુષ્ટિ કરી છે. સીએનએનના રિપોર્ટ મુજબ ઘાનાના દક્ષિણ અશાંત વિસ્તારના બે અલગ અલગ રોગીઓમાં આ વાયરસની પુષ્ટિ થઈ…

Read More

આજ રોજ CMની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા કરાશે બેઠક બાદ સરકાર જાહેર કરી શકે છે આર્થિક સહાય આજ રોજ ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. જે બેઠકમાં વરસાદ બાદ રાજ્યની સ્થિતિ અંગે ચર્ચા કરાશે. તદુપરાંત રોડ રસ્તાના સમારકામની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. આ સિવાય વરસાદથી નુકસાન અંગેના સર્વે પર પણ ચર્ચા કરાશે. મહત્વનું છે કે, આ બેઠક બાદ સરકાર આર્થિક સહાય જાહેર કરી શકે છે. તેમજ બેઠકમાં મહાનગરોમાં રસ્તાઓની સ્થિતિ અંગે પણ ચર્ચા કરાશે. એ સિવાય વિવિધ સરકારી પ્રોજેક્ટની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. જાણો બેઠકમાં કયા-કયા…

Read More

આજથી લાગૂ થઈ રહ્યા છે નવા નિયમ જીવન જરૂરિયાતની વસ્તુઓ જીએસટીના દાયરામાં આવી સરકારે અમુક નિયમો બદલાયા છે, તે જાણવા ખૂબ જરૂરી 18 જૂલાઈથી અમુક સામાન મોંઘો થવા જઈ રહ્યો છે. કારણ કે, સરકારે ટેક્સ છૂટના દાયરામાંથી કેટલાય સામાન કાઢી નાખ્યા છે. જો 25 કિલોથી વધારે વજન ધરાવતા પેકેટમાં ખાવાનો કોઈ સામાન હશે, તો તેના પર કોઈ જીએસટી નહીં લાગે. આ પેકેટમાં દાળ, ચોખા, ઘઉં, લોટ, અનાજ સામેલ છે. આ નિયમ 25 લીટર માટે પણ છે. એટલે કે, 25 કિલો અથવા 25 લીટરથી વધારે પેકેટમાં કોઈ સામાન વેચી રહ્યું છે, તો તેના પર જીએસટી નહીં લાગે. હકીકતમાં 18 જૂલાઈથી અમુક…

Read More

ચોમાસામાં અપનાવો આ ફૂડ હેબિટ હેલ્ધી અને હેપ્પી રહેવા જરૂરી છે ફ્રેશ ખોરાક સિઝનલ ફ્રૂટ છે બેસ્ટ ઓપ્શન ચોમાસાની ઋતુ દરેક નાની મોટી વ્યક્તિને ખૂબ જ ગમે છે. જ્યારે વરસાદ પડે ત્યારે તેની સાથે ગરમાગરમ ભજિયાં-પકોડા જેવી વાનગીઓ ખાવાની મજા જ કંઈક ઔર છે, પરંતુ આ વરસાદની સિઝન અનેક બીમારીઓ પણ લઈને આવે છે. બદલાતા હવામાનને કારણે શરદી, ઉધરસ, તાવ વગેરેની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં, લોકોનો પ્રશ્ન એ છે કે વરસાદમાં આપણે આપણો ખોરાક કેવો રાખવો જોઈએ અને કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ તો હેલ્ધી રહી શકાય? તો ચાલો આજે એવા ફળો વિશે જાણો જે તમને વરસાદની મોસમમાં રાખશે…

Read More

શિવલિંગના જળાભિષેક વખતે રાખો ખાસ ધ્યાન ભોલેનાથને પ્રસન્ન કરવા અપનાવો આ ઉપાય પૂજા યોગ્ય રીતે કરવાથી જ મળશે યોગ્ય ફળ શ્રાવણ માસની શરૂઆત થોડા દિવસોમાં થવા જઈ રહી છે. ભોલેનાથના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે તેમનો અભિષેક કરે છે. ભક્તો તેમને પંચામૃત, દૂધ અથવા જળથી અભિષેક કરે છે. પરંતુ ભગવાન ભોલેનાથને જળ અર્પણ કરવાના કેટલાક નિયમો છે. જો આ નિયમ પ્રમાણે શિવનો અભિષેક કરવામાં આવે તો તે ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે. આવો જાણીએ શિવને જલાભિષેક કરવાના નિયમો. જે રીતે પૂજા માટે પાણીની શુદ્ધતા જરૂરી છે, તેવી જ રીતે પૂજાની શુદ્ધતા પણ જરૂરી છે. એટલે કે શિવને જળ અર્પણ…

Read More

વરસાદ બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસની પ્રકૃતિ સોળે કળાએ ખીલી તસવીરોમાં જુઓ કેવો છે નજારો વરસાદ બાદ પ્રકૃતી સોળે કળાએ ખીલી ઉઠી છે આ જિલ્લો 43 ટકા વનવિસ્તાર ધરાવતો જિલ્લો છે અને અહીં ચાલુ ચોમાસાની સિઝનમાં સારો વરસાદ પડ્યો છે. જેના કારણે જંગલ વિસ્તારમાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આજુબાજુ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. હાલ સારા વરસાદ બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પણ જંગલની મજા માણવા પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. પ્રકૃતિના સૌંદર્યને કારણે જ નર્મદાને મિનિકાશ્મીર તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોમાસાની સિઝનમાં નર્મદા જિલ્લાનું સૌંદર્ય ખૂબ જ અદભુત હોય છે. તેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને તેની આજુબાજુના…

Read More

ભારતના રાષ્ટ્રપતિને મળે છે આ સુવિધાઓ અને આટલો પગાર રાષ્ટ્રપતિનું જાણો કેવું હોય છે જીવન આટલી જવાબદારી પણ આપવામાં આવે છે ભારતભરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સોમવારે એટલ કે આજે ભારતના આગામી રાષ્ટ્રપતિને મત આપી રહ્યા છે. જેમાં એનડીએના ઉમેદવાર દ્રોપદી મુર્મુ અને વિપક્ષની પસંદગી યશવંત સિંહા પર છે. 21 જુલાઈથી વિજેતાની ઘોષણા માટે કાઉન્ટડાઉન શરૂ થઈ રહ્યું છે, ત્યારે આશ્ચર્યની વાત એ છે કે, ભારતના રાષ્ટ્રપતિ તરીકે આપણું જીવન કેવું હોઇ શકે છે? રાષ્ટ્રપતિ બનવાની ઉમદા અને જવાબદારી પૂર્ણ ફરજો સિવાય આપણે કેટલો પગાર મળે? આપણે ક્યાં વેકેશન પર જઇ શકીએ? અને આપણે ક્યારે ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે પણ લાયક બની…

Read More

ઓછી કિંમતમાં બેસ્ટ કાર ઓપ્શન મારુતિ સુઝુકી અલ્ટોનું બેઝ વેરિઅન્ટ 3.39લાખની કિંમત સાથે કુલ 5 વેરિએન્ટમાં કાર જો તમે ઓછી કિંમતમાં સારામાં સારી કાર ખરીદવા માંગો છો તો સુઝુકી તમારી માટે બેસ્ટ ઓપ્શન લઇને આવી રહ્યું છે. સુઝુકીની અલ્ટો કાર આપણે જોઇ જ હશે. પરંતુ હવે અલ્ટો પણ નવા ફીચર સાથે કાર લાવી રહ્યું છે. જેમાં પેટ્રોલ અને સીએનજી એમ બે ઓપ્શન છે. જેમાં કુલ 5 વેરિએન્ટ આવે છે. સુઝુકી અલ્ટો 5 સીટર હેચબેક કાર છે. તે એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ ઓછી કિંમતે કાર ખરીદવા માંગે છે અને તેમની મુસાફરીને સરળ બનાવવા માંગે છે મારુતિ સુઝુકી…

Read More

અમદાવાદનો વિદ્યાર્થી બનશે એક દિવસનો ગુજરાતનો CM આ વિદ્યાર્થીઓ હશે મંત્રીમંડળમાં 1 જુલાઈએ એક દિવસીય સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યની આગેવાની હેઠળ ગુજરાત વિધાનસભામાં એક નવો જ પ્રયોગ થવા જઈ રહ્યો છે. જેમાં ગુજરાત વિધાનસભા ખાતે આગામી 21 જુલાઈએ એક દિવસીય સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઈતિહાસ ગુજરાત રચશે. આ સત્રમાં ધારાસભ્યો તરીકે વિદ્યાર્થીઓ ફરજ પર હાજર રહેશે. આ અંગેના આયોજનની રૂપરેખા પણ તૈયાર કરી દેવામાં આવી છે. આ માટે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સત્તાવાર રીતે મંજૂરી પણ આપી દેવામાં આવી છે. વિધાનસભાનાં અધ્યક્ષના જણાવ્યા મુજબ યુવાનોને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ હેતુથી આ…

Read More