Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

નરેશ પટેલે રાજકારણમાં જોડાવાનુ હાલ પુરતુ મોકૂફ રાખ્યુ નરેશ પટેલે ખોડલધામ પોલિટિકલ એકેડમીની જાહેરાત કરી 2022 ચૂંટણીમાં મારી કોઈ મદદ માગશે તો મદદ કરીશઃ નરેશ પટેલ નરેશ પટેલની રાજકારણમાં જોડાવાને લઇ અનેક અટકળોનો આજે અંત આવ્યો છે, સાથે જ તેમણે સમાજ માટે મોટી જાહેરાત પણ કરી છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, ‘રાજકારણમાં પ્રવેશ કરવાનો મારો નિર્ણય હું હાલ પૂરતો મોકૂફ રાખું છું. જો હું કોઈ પાર્ટીમાં જોડાઉ તો એક જ પાર્ટીનો થઈ જાઉં, દરેક સમાજની ચિંતા ન કરી શકું.નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે, ખોડલધામ સંસ્થા વિશ્વસ્તરે પહોંચી છે અને અહીં તમામ સમાજમાં લોકો…

Read More

સુરેન્દ્રનગર જિલ્લાને નવા વીજ સબસ્ટેશનની અપાઈ ભેટ 96 ગામોના ૮ હજાર ઉપરાંત લાભાર્થી વીજ ગ્રાહકોને ગુણવત્તાયુકત વીજળી મળશે ૬ જિલ્લાઓમાં નિર્માણ થયેલા ૬૬ કે.વીના ૧૨ સબ સ્ટેશન્સ અને રર૦ કે.વીના 1વીજ સ્ટેશન્સ લોકાર્પણ કર્યું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૬ જિલ્લાઓમાં નિર્માણ થયેલા ૬૬ કે.વી ના ૧૨ સબ સ્ટેશન્સ અને રર૦ કે.વી ના એક એમ ૧૩ વીજ સ્ટેશન્સના એકસાથે એક જ સ્થળેથી લોકાર્પણ કર્યા હતા. તેમણે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ GETCO દ્વારા આયોજિત આ લોકાર્પણ સમારોહમાં મહેસાણા જિલ્લામાં નવા બનનારા ૬૬ કે.વી ના બે સબ સ્ટેશનના ખાતમૂર્હત પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ સુરેન્દ્રનગર જિલ્લાના…

Read More

અમદાવદની આ હોટલ સાઉથ ઇન્ડિયન ફૂડ માટે છે સૌથી બેસ્ટ ઢોસાના રસિયાઓ અહીં લગાવે છે લાંબી લાઈનો ફક્ત 100 રૂપિયામાં મળે છે અહીં ફૂડ ઢોંસા એ દક્ષિણ ભારતની મુખ્ય વાનગી છે. જે આખા ભારત ભરના લોકોની પ્રખ્યાત વાનગી બની ગઈ છે. તેમાં પણ અમદાવાદના પ્રખ્યાત કાંચીપુરમના ઢોંસા લોકોમાં ઉત્સાહ વધારે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઢોંસાના રસિયાઓ કાંચીપુરમના ઢોંસા ખાવા માટે લાઈનો લગાવતા હોય છે. લોકો છેક બોપલ, મણિનગર, રાણીપ, બોડકદેવ, સિંધુ ભવન જેવા દૂરના વિસ્તારમાંથી અહીંયા ભારતના પ્રખ્યાત કાંચીપુરમ શહેરના ઢોંસાની મજા માણવા આવે છે.જેમાં મસાલા, મૈસુર, ગ્વાલિયર, ઓનિયન, ફુદીના, પેપર, ચીઝ ઢોંસા, રવા ઢોંસા, કાંચીપુરમ ઢોંસા વગેરે…

Read More

ડૉ. સાદાબ પાનવાલા નામના વ્યક્તિની ATS દ્વારા અટકાયત કરવામાં આવી છે ડૉ. સાદાબ પાનવાલા એ  મુસ્લિમ ડોક્ટર એસોસિએશનના સભ્ય છે. સાદાબનું અગાઉ SIMIના સ્લીપર સેલ સાથે સંકળાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વડોદરામાંથી ડૉ. સાદાબ પાનવાલા નામના વ્યક્તિની ATS દ્વારા અટકાયત કરવામાં આવી છે. ડૉ. સાદાબ પાનવાલા કે જેનું પ્રતિબંધિત સંગઠન SIMI સાથે કનેકશન હતું. ડૉ. સાદાબ પાનવાલા એ  મુસ્લિમ ડોક્ટર એસોસિએશનના સભ્ય છે. અગાઉ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં પણ ATSએ અટકાયત કરી હતી. અમદાવાદ ATSએ સ્થાનિક પોલીસને સાથે રાખી ગઇકાલે પૂછપરછ કરી હતી. ATS દ્વારા રાજ્યભરમાંથી 3થી 4 શખ્સોની પૂછપરછ કરાઇ રહી છે.   ડૉ. સાદાબ પાનવાલાની પૂછપરછ માટે અમદાવાદ શહેર…

Read More

પૃથ્વી-2 બેલેસ્ટિક મિસાઇલ પહેલાથી સ્ટ્રેટેજિક ફોર્સેજ કમાન્ડનો ભાગ છે. પૃથ્વી-2 એ સ્વદેશમાં વિકસિત પરમાણુ-સક્ષમ મિસાઇલ છે. આ પૃથ્વીની સપાટી પર હુમલો કરનારી શૉર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ છે DRDO દ્વારા વિકસિત પૃથ્વી-2 બેલેસ્ટિક મિસાઇલ પહેલાથી સ્ટ્રેટેજિક ફોર્સેજ કમાન્ડનો ભાગ છે. રક્ષા મંત્રાલયના અનુસાર, ચાંદીપુરમાં ઇન્ટેગ્રેટેડ ટેસ્ટ રેન્જ(ITR)થી સપાટીથી સપાટી પર હુમલો કરનારી મિસાઈલનું પરીક્ષણ બુધવાર સાંજે અંદાજિત 7:30 વાગ્યે કરાયું હતું. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, મિસાઇલ એક સિદ્ધ પ્રણાલી છે અને ખુબ ઉચ્ચ સ્તરની સટીકતા સાથે લક્ષ્યને ભેદવામાં સક્ષમ છે.  આ પહેલા ઓડિસાના બાલાસોર કિનારે  આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. માહિતી અનુસાર, સપાટીથી સપાટી પર હુમલો કરનારી આ મિસાઇલ…

Read More

તમારા શરીરમાં વિટામિન-બી, આયર્ન અને ઈલેક્ટ્રોલાઈટની ઉણપ હોઈ શકે છે સૂતી વખતે પગના અંગૂઠામાં દુઃખાવો ડાયાબિટીસને કારણે પણ થઈ શકે છે પેરિફેરલ ન્યૂરલ ડિસીઝમાં નસ અનેક રીતે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. સૂતી વખતે પગમાં દુઃખાવો, ઘૂંટણમાં દર્દ થાય છે તો આ બધું દિવસભરના થાકને કારણે હોય શકે છે.પરંતુ તમને રોજ પગ અને ઘૂંટણમાં દુઃખાવો રહેતો હોય અને  પગમાં બળતરા બળતી હોય તો આ માટે બે કારણ જવાબદાર હોઈ શકે છે. પહેલું એ કે તમારા શરીરમાં વિટામિન-બી, આયર્ન અને ઈલેક્ટ્રોલાઈટની ઉણપ હોઈ શકે છે. બીજુ કે તમારા શરીરમાં કોઈ બીમારી હોય. તમે પગ કયા કારણે દુખે છે તો તે જાણવું જરૂરી…

Read More

જુલાઈ મહિનામાં ઘણા ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે સૂર્ય, શુક્ર અને બુધ જેવા ઘણા મોટા ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. 2 જુલાઈએ બુધ તેની રાશિ બદલીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે  જુલાઈ મહિનાને લઈને લોકોની અપેક્ષાઓ શરૂ થઈ ગઈ છે તેમજ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે આવનારો સમય તેના માટે લાભદાયી રહે અને  શુભ પરિણામ મળે. પરંતુ તે બધું ગ્રહોની હિલચાલ પર આધારિત છે. આ જુલાઈ મહિનામાં ઘણા ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે, જેની શુભ અને અશુભ અસર રાશિઓ પર જોવા મળશે. સૂર્ય, શુક્ર અને બુધ જેવા ઘણા મોટા ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ…

Read More

ભારતનું એક એવું ગામ કે જ્યાં જૂતા ચપ્પલ પહેરાતા જ નથી જૂતા ન પહેરવા પાછળ છે ધાર્મિક માન્યતા લોકો આખા ગામને ભગવાનનું ઘર માને છે આપણે ઘરની બહાર નીકળતી વખતે પગ સુરક્ષિત રાખવા માટે ચપ્પલ કે બુટ પહેરીએ છીએ. જો કે ભારતમાં મોટાભાગના ઘરોની અંદર જૂતા-ચપ્પલ નથી પહેરતા. મંદિરોમાં પણ જૂતા-ચપ્પલ ઉતારી નાખવામાં આવે છે, પરંતુ ભારતમાં એક એવી જગ્યા પણ છે જ્યાં લોકો રસ્તા પર એટલે કે ઘરની બહાર પણ ચંપલ નથી પહેરતા. દરેક જણ ત્યાં ઉઘાડા પગે ચાલે છે. જો કોઈ જૂતા કે ચપ્પલ પહેરીને રસ્તા પર ફરતા દેખાય તો તેને સજા થાય છે. ચાલો આજે તમને ભારતના…

Read More

Citroen C3 છે પાવરપેક હેચબેક અન્ય માઇક્રો એસયુવી કરતાં વાહન ચલાવવાનું વધુ સારું છે ભારતમાં આવતા મહિનાની 20મી તારીખે લોન્ચ થશે ફ્રેન્ચ વસ્તુઓ અલગ રીતે કરવાનું પસંદ કરે છે અને C5 એરક્રોસ એ એક સારું ઉદાહરણ છે જે ભારતમાં Citroen તરફથી પ્રથમ લોન્ચ છે. આ તે કાર છે જે સિટ્રોનને મુખ્ય પ્રવાહના તબક્કામાં ઉતારશે અને તે અલબત્ત, C3 છે. અમે લાંબા સમયથી C3ની રાહ જોઈ રહ્યા છીએ અને કાર આવતા મહિનાની 20મી તારીખે લોન્ચ થશે જ્યારે પ્રી-બુકિંગ 1લીથી શરૂ થશે. વરસાદથી લથબથ ગોવા એ એક એવી જગ્યા હતી જ્યાં અમે એક દિવસના વધુ સારા ભાગ માટે ટર્બો મોડલ જાતે જ…

Read More

 હવામાન વિભાગે  રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.  સૌરાષ્ટ્રમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડૂતોમાં સારા શિયાળુ પાકની શક્યતા જોવા મળી રહી છે  હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  સૌરાષ્ટ્રમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.હાલ એક વરસાદી સિસ્ટમ રાજ્યમાં સક્રિય છે. 16 અને 17 તારીખે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદમાં ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે. રાહતની વાત એ છે કે નિયત સમય મુજબ ગુજરાતમાં વરસાદની પધરામણી થઈ ચૂકી છે. જો આગાહી મુજબ ગુજરાતમાં સારો વરસાદ વરસે તો પ્રથમ વરસાદે જ ખેડૂતો…

Read More