Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

100મા જન્મદિવસે માતાને મળવા આવશે PM નરેન્દ્ર મોદી વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન મોદીના હસ્તે પાવાગઢ ખાતે મા કાલી મંદિરનો જીર્ણોદ્ધાર અને ધ્વજારોહણ પણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા 18 જૂને 100 વર્ષનાં થશે. આ દરમિયાન જ PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 17 અને 18 જૂને ગુજરાતના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન મોદી 18 જૂને માતા હીરાબાને સવારે તેમના ગાંધીનગરના નિવાસસ્થાને મળી શકે છે. હીરાબાના 100મા જન્મદિવસે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુંદરકાંડના પાઠથી લઈને શિવઆરાધના કરવામાં આવશે. તેઓ 18 જૂને ગુજરાતના પાવાગઢ ખાતે મા કાલી મંદિરનો જીર્ણોદ્ધાર અને ધ્વજારોહણ પણ કરશે. તેઓ…

Read More

ભારતના આ સ્થળોમાં વર્ષ દરમિયાન પડે છે અતિ વરસાદ સીઝનમાં અહીં એટલો વરસાદ પેડ છે કે ત્રણ માળ ડૂબી જાય મૌસીનરામમાં પડે છે સૌથી વધુ વરસાદ કુદરતની સૌથી સુંદર ભેટ વરસાદ છે, જેના પર દેશના અડધાથી વધુ લોકો વરસાદની ઘણી વસ્તુઓ માટે નિર્ભર છે. અને જો તે ન હોય તો પણ, પાણી જીવન જોખમમાં છે. તમને પણ આ જાણીને નવાઈ લાગશે, ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં સૌથી વધુ વરસાદ જોવા મળે છે. અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તરાખંડ, કેરળ અને કર્ણાટક ભારતમાં સૌથી વધુ વરસાદ માટે જાણીતા છે. અતિવૃષ્ટિને કારણે ત્યાં રહેતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે,…

Read More

અમદાવાદમાં પાટીદાર સંસ્થાના આગેવાનોની બેઠક લવ મેરેજમાં માતા-પિતાની સંમતિ અંગે કરાઈ ચર્ચા પરિવારની સંમતિ વિરૂદ્ધ યુવતીઓએ કરેલાં લગ્નો અંગે વિચારણા અમદાવાદમાં પાટીદાર સંસ્થાના આગેવાનોની બેઠક પૂર્ણ થઇ છે. જેમાં યુવતીઓના મરજી મુજબના લગ્નોમાં માતા-પિતાની સંમતિ જરૂરી રાખવાની ચર્ચા કરવામાં આવી છે. સાથે PSIની ભરતીમાં સવર્ણ સમાજને થયેલાં અન્યાય અને PSI ભરતીના નોટિફિકેશનમાં સેક્શન 16ના ઉલ્લંઘન અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. તદુપરાંત બિનઅનામત વર્ગના ઉમેદવારોને થયેલા અન્યાય અને બિનઅનામત આયોગ અને નિગમના ચેરમેનની વરણી મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. તથા બિનઅનામત આયોગના વહીવટી પ્રશ્નો સવર્ણ સમાજને થઈ રહેલા અન્યાય અને અન્ય ઘણા મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. બેઠક બાદ પાટીદાર…

Read More

GPSCની ભરતી જાહેર અલગ અલગ 9 વિભાગ માટે અરજીઓ મંગાવાઈ કુલ 215 જગ્યાઓ પર થશે ભરતી GPSC તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે . ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 01/2022-2023 થી જાહેરાત ક્રમાંક 09/2022-2023 તારીખ-15/06 /2022થી તારીખ-30/06/2022 સધી Online અરજીઓ મગાવવામાં આવી છે. 9 અલગ અલગ વિભાગની 215 પોસ્ટ માટે GPSC દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. રેડિયોલોજિસ્ટ, મહિલા અને બાળ અધિકારી / નાયબ નિયામક, ટીબી અને છાતીના નિષ્ણાત, બાળ વિકાસ આયોજન અધિકારી, નર્સિંગ અધિકારી / આચાર્ય, મદદનીશ ઈજનેર (સિવિલ), મેનેજર (ગ્રેડ – 1), સંશોધન અધિકારી અને ભૂસ્તરશાસ્ત્રી જેવા પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે.…

Read More

કેન્સર બાદ હવે એચઆઈવી-એઈડ્સ જેવી બિમારીનો તોડ સંભવત આ બિમારી એચઆઈવી એટલે કે, હ્યૂમન ઈમ્યોનોડેફિશિએંસી વાયરસથી ફેલાય છે. આ વાયરસ શરીરના ઈમ્યૂન સિસ્ટમ પર હુમલો કરે છે. કેન્સર બાદ હવે એચઆઈવી-એઈડ્સ જેવી બિમારીનો તોડ સંભવત: વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે એક એવી વેક્સિન બનાવામાં સફળતા મળી છે. જેનો ફક્ત એક ડોઝ HIV વાયરસને ખતમ કરી શકાય છે. ઈઝારયલની તેલ અવીવ યુનિવર્સિટીના શોધકર્તાઓ દ્વારા આ વેક્સિનને લેબ રિઝલ્ટ ખૂબ જ સારા રહ્યા છે. વૈજ્ઞાનિકોએ શરીરમાં રહેલા ટાઈપ બી વાઈટ બ્લડ સેલ્સના જીનમાં અમુક ફેરફાર કર્યા, જેમને એચઆઈવી વાયરસે તોડી નાખ્યા હતા. આ સફળતાથી આશા જાગી છે કે, એચઆઈવી એઈડ્સ જેવી ગંભીર બિમારીની…

Read More

મોતિયાની જાણકારી મેળવવા હવે આવી સરળ ટેકનિક ચપટી વગાડતા ખબર પડી જશે કે મોતિયો છે કે નહીં તમારી આંખોની એક ફોટો ક્લિક કરવામાં આવશે Cataract એટલેકે મોતિયાની જાણકારી લગાવવા માટે હવે એવી ટેકનિક આવી ગઇ છે, જેનાથી ચપટી વગાડતા ખબર પડી જાય કે તમને આ બિમારી છે કે નહીં. બસ એક WhatsApp પિક્ચર અને 1 મિનિટમાં આ ખબર પડી જશે કે તમારી આંખની રોશની ઓછી હોવાનુ કારણ મોતિયો છે કે નહીં. સૌથી પહેલા તમને એ જણાવીશું કે આ કેવીરીતે થશે. હકીકતમાં તમારી આંખોની એક ફોટો ક્લિક કરવામાં આવશે. આ ફોટોને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત WhatsApp chat bot પર અપલોડ કરવામાં આવશે.…

Read More

ભારતે 7 હાર બાદ દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવી ઋષભ પંતની કપ્તાનીમાં ભારતને મળી જીત ટી 20 5 મેચ સિરીઝમાં 3જી મેચમાં ભારતને જીત મળી ભારતે પાંચ મેચની T20I શ્રેણીની ત્રીજી મેચ જીતીને દક્ષિણ આફ્રિકા સામે શાનદાર પુનરાગમન કર્યું છે. આ ટીમ શ્રેણીમાં 1-2થી પાછળ હોવા છતાં ભારતીય ટીમ પાસે હજુ પણ શ્રેણી જીતવાની તક છે. દક્ષિણ આફ્રિકાએ શ્રેણીની પ્રથમ બે મેચ જીતી લીધી હતી અને આ મેચ જીતવાથી તે શ્રેણી જીતી શકી હોત, પરંતુ ટીમ ઈન્ડિયાએ એવું થવા ન દીધું અને ત્રીજી મેચ જીતીને શ્રેણીમાં પોતાની જાતને જાળવી રાખી. આ જીત સાથે ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની જીતનો સિલસિલો તોડી…

Read More

બ્રહ્માસ્ત્રનું ટ્રેલર થયુ લોન્ચ પૌરાણિક આધારિત ફિલ્મ છે બ્રહ્માસ્ત્ર અમિતાભ બચ્ચનના અવાજ અને રણબીર કપૂરની ઝલક સાથે રિલીઝ થયું ટ્રેલર અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી પૌરાણિક આધારિત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અમિતાભ બચ્ચનના અવાજ અને રણબીર કપૂરની ઝલક સાથે શરૂ થયેલું ટ્રેલર, મહાબલી અને તેના હાથમાં રહેલા સર્વશક્તિમાન શસ્ત્રને શોધવાની વાર્તા કહે છે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ પ્રેમ, રોમાન્સ, થ્રિલર અને સસ્પેન્સથી ભરપૂર છે. જેમાં શસ્ત્રોના દેવતા ‘બ્રહ્માસ્ત્ર’ની શક્તિઓને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઉપરાંત, આ ફિલ્મના ટ્રેલરમાં સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, દક્ષિણના સુપરસ્ટાર નાગાર્જુન અને જાણીતી અભિનેત્રી મૌની રોયની…

Read More

ઉપલેટા તાલુકામાં મેઘરાજા મન મુકીને વરસ્યા રાજકોટમાં અડધો કલાકમાં જ બે ઇંચ વરસાદ ખાબળયો છેલ્લા 24 કલાકમાં 22 તાલુકામાં વરસાદન એન્ટ્રી ગુજરાતમાં હવે ચોમાસાનું આગમન થઇ ગયું છે. ત્યારે આજ રોજ ફરી હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ‘આજે રાજ્યમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉ. ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં આજે વરસાદ વરસશે. એ સિવાય દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ અને વડોદરામાં પણ વરસાદની આગાહી કરાઇ છે. મહત્વનું છે કે, રાજ્યમાં હવે ચોમાસાની વિધિવત એન્ટ્રી થઇ ચૂકી છે અને અત્યાર સુધીમાં રાજ્યના 109 તાલુકામાં…

Read More

આણંદ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો અપૂરતો જથ્થો આણંદ જિલ્લાના 60 ટકા પમ્પો પર જથ્થો ન હોવાના લાગ્યા બોર્ડ અરવલ્લી જિલ્લાના 5 ટકા પંપો પર જ ડીઝલ હોવાથી લાંગી લાંબી કતારો છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં પેટ્રોલ-ડીઝલને લઈને અફવાઓનું બજાર ગરમાયું છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ ખૂટ્યું હોવાની અફવાઓ વચ્ચે પેટ્રોલ-ડીઝલને લઇને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. આણંદ જિલ્લાના 60 ટકા પંપો પર પેટ્રોલ-ડીઝલનો જથ્થો ન હોવાના બોર્ડ લાગ્યા છે. પેટ્રોલ-ડીઝલના અપૂરતા જથ્થાને લઈને અંદાજીત 30 લાખ વાહન ચાલકો પ્રભાવિત થયા છે. અપૂરતા જથ્થાને લઈ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી ગઇ છે.બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં પણ ડીઝલની શોર્ટેજથી ખેડૂતો પરેશાન થઇ ગયા છે. જિલ્લાના…

Read More